સાંજ ઢળતી જાય ને તું યાદ આવે,
રાત જાખી થાય ને તું યાદ આવે.
સાદ પડતો હોય એવું લાગતું તું,
ક્યાંક કોયલ ગાય ને તું યાદ આવે.
સ્મિત માંગ્યું હોય તારું તારું એમ લાગે,
ફુલડા હરખાય ને તું યાદ આવે.
પ્રેમની તું છે બની પર્યાય વાતો,
વાત જ્યાં ચર્ચાય ને તું યાદ આવે.
ચાંદ સામે મીટ માંડી જોયા કરતો,
ચાંદની પથરાય ને તું યાદ આવે.
ડૉ. મનોજકુમાર “પારસ”