રાત આખી જાગરણ થઇ જાય છે,
કૈક તો બહુ વિવરણ થઈ જાય છે,
આ અસર છે કંઈ સંગતની મને,
મારું સારું આચરણ થઈ જાય છે,
કોઈ પૂછે વાત જયાં કૈ આપની ,
મારું આખું પ્રકરણ થઈ જાય છે,
સાથ અમને તો તમારો ખુબ ગમે
ઘર જતાં ભારે ચરણ થઈ જાય છે,
છોડવી ના જોઈએ હદ આપણી,
છોડી જ્યાં રેખા હરણ થઈ જાય છે,
હિંમતસિંહ ઝાલા