તારાં રાવણને હું બાળું,
પણ મારાને હું પંપાળું!
મારું સત્ય સોળ આના,
તારું સાત ગરણે ગાળું.
મારું બધું ઉજળું ઉજળું,
તારું બધું જ કાળું કાળું.
તારો ન્યાય છડેચોક ને,
મારા પરનાં સવાલ ટાળું.
મારી દ્રષ્ટિ સ્વચ્છ સુઘડ,
તારી આંખે બાજ્યું જાળું.
મારા રાવણની આંખે હું,
તારા મહીં રાવણ ભાળું.