ઊંઘવાની વાત હમણાં ભૂલવા લાગ્યો છું હું,
રોજ શમણામાંય હમણાં બોલવા લાગ્યો છું હું,
આપના મળ્યા પછી બદલાવ આવ્યો છે ઘણો,
ભીતરેથી સાવ હમણાં ફૂલવા લાગ્યો છું હું,
બોલવાનું જે ના હતું એ પણ બોલી દીધું,
ભીતરેથી કંઈ હમણાં ખૂલવા લાગ્યો છું હું,
આંસુમાં કોઈ વજન તો જોવું જોઈએ ખરું,
પાંપણોમાં કોઈના તો ઝૂલવા લાગ્યો છું હું,
કેટલું મળ્યું છે મને કોના થકી જોઉં છું હું,
એ હિસાબો માંડીને મુલવા લાગ્યો છું હું
હિંમતસિંહ ઝાલા