લાંબા વિચારો ના કરો દોસ્તો હવે,
ખોટો ઉતારો ના કરો દોસ્તો હવે,
સાચું હતું આ લાગણીનું વ્યાકરણ
ખોટો સુધારો ના કરો દોસ્તો હવે,
સાચા હતા એ આપને પણ છે ખબર
ખોટા ઉચ્ચારો ના કરો દોસ્તો હવે,
સાચું સદા દેખાઈ આવે છે બધું
ખોટા અંધારો ના કરો દોસ્તો હવે,
ઋણ ચૂકવી નાખ્યા હવે મેં બધા,
ખોટો ઉધારો ના કરો દોસ્તો હવે,
હિંમતસિંહ ઝાલા