લગાગા લગા /૪
પ્રકૃતિ ફાગ માણવા પ્રેમથી,
વધાવું વસંત હું નેમથી.
હરખ ભાવ આણવા પ્રેમથી,
વધાવું વસંત હું નેમથી.
નવરસે વસંત આવી રહી,
ચટક રંગ ભાત અંગે ધરી..
સુમન સાર તાણવા પ્રેમથી,
વધાવું વસંત હું નેમથી.
કુદરતે નવું ઘણું લાવતી,
તરસતાં હદય મહીં શ્રાવતી..
ચહું આશ દાણવા પ્રેમથી,
વધાવું વસંત હું નેમથી.
ફરું હું ભમર સમીબાગમાં,
સજન સંગ મ્હાલવા સાથમાં
મથું સાજ નાણવા પ્રેમથી,
વધાવું વસંત હું નેમથી.
મલપતી જ કોકિલા ચાહતે,
ધરી પ્રીત ભાવના સંગતે,
સમય જ્ઞાન જાણવા પ્રેમથી,
વધાવું વસંત હું નેમથી.
કોકિલા રાજગોર