વાત અધુરી કંઈ ગૂંચવાડા કરે,
એ સબંધો વચ્ચે કૈક ખાડા કરે,
વાત છે એકદમ સાવ સીધી સરળ,
કેટલાયે સમજતા ય દાડા કરે,
ના કશું સમજી ખુદ શકે છે કદી,
એ મગજથીય પણ કંઈ ગાંડા કરે,
જાણતાં હોય સઘળી હકીકત છતાં,
આંખથી કાનને કંઈ આડા કરે,
એ હકીકત નથી આગની કૈ હવે,
એ નક્કામાં બહું એ ધુમાડા કરે,
વાત એની બધી ગોળ તો હોય છે
ફેરવી એ બધાને ભમરડા કરે,
ચોટ વાગી મને ભીતરે એ જુઓ,
એ નક્કામાં ઘણાયે બરાડા કરે,
હિંમતસિંહ ઝાલા