જાતને સમજાવી અમે થાકી ગયાં
વાળ ધોળા અમને હવે આવી ગયાં
આ ખુદાને ઇશ્વરની વચ્ચે ભેદ જોઇ
સગવડીયો એવો ધરમ પાડી ગયાં
આંટીધૂંટી ઉકેલવી સહેલી નથી
દોર વચ્ચેથી એટલે કાપી ગયાં
આ ગુલાબોને બાગમાં ગમતું નથી
એક ટ્રોફી આપી સનમ માની ગયાં
એક પ્હેરણ દરરોજ પ્હેરીને ફરૂં
યાદનુ અત્તર જ્યાંરથી છાંટી ગયાં
હું સુફી જેવો સૌને લાગુ છું તોય
એક નારીનાં ભાવ લલચાવી ગયાં
ટૉચ પર બિરાજેલ જોઇને મને
સૌ તળેટીએ જઇને પગ વાળી ગયાં
સુક્ષ્મ રીતે જોયાં કરૂં છુ હીલચાલ
દુખતી રગ મારી જે બધાં જાણી ગયાં
સુર્યની શાખે જેમને શોધ્યા કરું
મારી સાથે જે રાત્રી વિતાવી ગયાં
એ “મહોતરમા” જ્યારથી મારી બની
ચાહવાની હદથી વધું ચાહી ગયાં
– નરેશ કે. ડૉડીયા