વૃક્ષ જે લોકો જીવનમાં વાવે નહીં
એ વિકસવાની કલામાં ફાવે નહીં
રોટલીને શાક થાળીમાં હોય તો
આજના બાળકને એવું ભાવે નહી
શ્હેરનાં બાળક ભણે છે જે સ્કુલમાં
બેન્ચ ક્યાં જન્મી એ સમજાવે નહી
મોં ઉપર કહેવું ગમે છે એ કારણે
શબ્દ મારા કોઇ ગાળા ચાવે નહી
ભાગ મારો રોજ દાદા લઇ આવતા
આજ કોઇ ભાગ મારો લાવે નહી
કોઇની યાદોની આવે વણજાર રોજ
આંખ સામે આવી એ રોકાવે નહી
રોજ પંખી ડાળ પર બેસીને ઝૂલે
પાનખર એ ડાળ ઉપર આવે નહી
એ મહોતરમાંને કહી-કહી થાકી ગયો
સ્વપ્નમાં આવી મને તડપાવે નહી
– નરેશ કે.ડૉડીયા