સતત બધાને રાજી રાખી ને, જીવી શકાય નહી,
સતત હાજી હાજી કહીને જીવી શકાય નહી.
બરદાસ્ત કરવાની પણ એક હદ હોય છે દોસ્ત !
સતત કોઈ થી ડરી ડરી ને જીવી શકાય નહી.
સંતુલન તો રહેવું જ જોઈએ સદા, બે છેડા વચ્ચે,
સતત ત્રાજવા પર નજર રાખીને જીવી શકાય નહી.
આપણું મૂલ્ય પણ સમજવું જોઈએ ખુદ આપણે,
સતત અપમાન ના ઘૂંટડા ભરીને, જીવી શકાય નહી.
કર્તવ્ય નિભાવો જી જાનથી, કોઈ પણ કષ્ટ વગર,
સતત કોઈની કદમ બોસી કરીને જીવી શકાય નહી.
નમલા થઈ ને જીવો તો પણ આયખુ નીકળી જવાનું,
સતત કોઈના તળિયા ચાટીને મિત્ર જીવી શકાય નહી.
વિ કે સોલંકી ” મિત્ર”.