પ્રણયની વાત છે ખોટી હવે સમજાય તો સારું,
રડે આંખો, વહે આંસુ, પછી પસ્તાય તો સારું.
વડીલોનું કહેલું માનશેના આજની પેઢી,
અનુભવ લઇ વધે આગળ અને હરખાય તો સારું.
વધુ બોલો થશે સામે કરે મનનું જ ધારેલું,
અહીં એના ઉપાયોને હવે શોધાય તો સારું.
ફરે છે ટોળકીમાં આજએ જુઓ બધા સાથે,
પછી જો એકલા રસ્તે ના એ અકળાય તો સારું.
કરે ભૂલો અને શોધે નવા રસ્તા સફળતાના,
હકીકત જિંદગીની એ જરા પરખાય તો સારું.