મારા આ ફેફસાને મળતી હવા જ બસ છે
સરવર નહી મને બસ બે બુંદની તરસ છે
જે સાભળી તને પણ તું ફાસીએ ચઢાવે
મારી કનેય એવા કીસ્સાઓ આઠ દસ છે
પસ્તીની જેમ પર્ણો તું ખેરવ્યા કરેને
અહીયાં તો એક ફણગો ફૂટવાની કસમકસ છે
પળમાં કુદી પડીને જેની અગન બુઝાવી
એને લીધે સળગતું આખ્ખુય આ વરસ છે
દાબી રહ્યા છે લોકો જેને હસી હસીને
નારાજની એ સૌથી દુખતામાં દુખતી નસ છે
ચંદ્રેશ મકવાણા