જીતી જવાય તો ખરા જીવન યુધ્ધ,
પણ દમદાર રણકાર હોવો જોઈએ.
જીવતો રહે અને દેખાય લીલાછમ,
સંબંધે સદા પડકાર હોવો જોઈએ .
મુસીબતોમાં સદાય સંગ સંગ હોય,
હમસફર તો દિલદાર હોવો જોઇએ.
થાતાં રહે કામ જગતે ઉત્તમ પ્રકારે,
માટે જ સંવાદે હકાર હોવો જોઇએ.
હું બેઠો છું – ખાલી સંભળાયા કરે છે,
પણ સાચુંકલો સહકાર હોવો જોઈએ.
નિલેશ બગથરિયા “નીલ”