એ કહે છે આપનામાં સ્હેજ પણ મીઠું નથી,
હું કહું છું “હું”પણામાં સ્હેજ પણ મીઠું નથી.
જ્યારથી એને નડે છે કૈક રમતા બાળકો,
ત્યારથી એ આંગણામાં સ્હેજ પણ મીઠું નથી
આપણાં દિલમાં હંમેશા લાગણી ને પ્રેમ છે ,
એટલેકે આપણામાં સ્હેજ પણ મીઠું નથી.
ઝાડમા ઈશ્વર ઉગાડે છે બધું મીઠા વિના
બોરમાં કે રાવણામાં સ્હેજ પણ મીઠું નથી.
–’ અભય દવે