મહેમાન ઢળતી ભીંતને પામી ગયા હતા,
સાંકળ વિનાનું દ્વાર ઉઘાડી ગયા હતા.
ઓળખ વિનાનો હુંજ મને ના મળી શક્યો,
દીવાલ પર અરીસા ય તડકી ગયા હતા.
પીંઠે ફર્યા’તા હાથ સગાઈની આડ લઈ,
એક એક પડ ત્વચાના ઉઝરડી ગયા હતા.
મારાજ સુખના કાજ હતી પ્રાથના અને,
મારું જ નામ યાચકો ભૂલી ગયા હતા.
‘અબ્બાસ’ રાત એક કયામત સમી રહી,
ઘરના તમામ લોક તો ઊંઘી ગયા હતા.
~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’