સાદ પાડે તું ને હું બોલું ના
આંખ સામે તું ને હું દોડું ના
આ વળી શું મને થયું પાછું
તું મનાવે છતાં હું બોલું ના
વારતા આ જરા લંબાવી દે
જેથી હું આંખ મારી ખોલું ના
મારી ભીતર રહે નિરંતર તું
હું કદી પણ તને ખોવું ના
અંધકાર છો રહે, રહેવા દે
હાથમાં સૂર્ય લઈને ઢોળું ના
– અમિત ત્રિવેદી