છંદ : રમલ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
દાદ મળશે કે નહિ? એવા ઇરાદે નહિ લખું.
અન્યથી ઉધાર લીધેલાં વિચારે નહિ લખું.
વાત મારી હું લખું દિલને ગમે છે એટલે,
પણ બીજાને સારું લાગે એ હિસાબે નહિ લખું.
ખુદના સ્વભિમાન માટે હું ન બદલું જાતને,
હું નજરમાં ખટકું તમને પણ વધારે નહિ લખું.
સાંભળો, મારી ગઝલ સૌને ગમે તો ઠીક છે,
શબ્દ મારા કંઈ હું ગાડરિયા પ્રવાહે નહિ લખું.
વાત સૌ જાણે “શીતલ” લખતી સ્વયં અંદાજમાં,
ફક્ત મોટા ભા થવા ખોટા ઉપાડે નહિ લખું.
શીતલ ભાડેશીયા