સ્વાર્થ ના હો તો કશી સેવા નથી,
ને વગર સેવા કદી મેવા નથી,
કામના સુખની બધા રાખે અહીં
કોઈને સુખ તો કદી દેવા નથી,
ચાલતાં ઘાયલ થયા છે પગ છતાં,
રાહમાંથી કાંકરા લેવા નથી,
જીવ સાટે જીવ દેતા બેધડક
માનવી પ્હેલાં હતા એવા નથી,
અનુભવે સમજાય છે માણસ હવે,
બ્હારથી દેખાય છે તેવા નથી,
હિંમતસિંહ ઝાલા