ઘટી’તી જે સ્થળે ઘટના, હજી હું ત્યાં જ ઊભી છું
હજી સંભળાય છે પડઘા, હજી હું ત્યાં જ ઊભી છું
બરાબરની બીજી બાજુ કશું અજ્ઞાત પેઠું’તું
સમીકરણો બધા બદલ્યા હજી હું ત્યાં જ ઊભી છું
તમે આ હાથ ઝાલી લઈ ગયા’તા સ્વપ્નનગરીમાં
તમે તો પાછા આવી ગયા, હજી હું ત્યાં જ ઊભી છું.
– શબનમ