વધું દોડવાનો હવે કોઈ મતલબ નથી,
બધું છોડવાનો હવે કોઈ મતલબ નથી,
નથી ભાવ સાચા જરા એમના પણ હવે,
હૃદય જોડવાનો હવે કોઈ મતલબ નથી,
અલગ રાહ છે ને અલગ મંજિલો એમની,
ચરણ મોડવાનો હવે કોઈ મતલબ નથી,
ફગાવી દીધો છે અમે આંચળો પ્રેમનો,
ફરી ઓઢવાનો હવે કોઈ મતલબ નથી,
હજી આંખ હું માંડ ખોલી શક્યો છું જરા
ફરી પોઢવાનો હવે કોઈ મતલબ નથી,
હિંમતસિંહ ઝાલા