પ્યાલા, મદિરા ને જામ પર હસતાં રહ્યાં,
સાકી અમે તારા ધામ પર હસતાં રહ્યાં.
તારાં ભરોસે જીવી ગયા આ જિંદગી,
તારાં ભરોસે અંજામ પર હસતાં રહ્યાં.
વર્ષો પછી આવ્યું યાદ તારું નામ ને;
વર્ષો પછી તારાં નામ પર હસતાં રહ્યાં.
તારાં થયાં ના જે; એને તું ચાહ્યા કરે!,
ભોળાં હ્દય તારાં કામ પર હસતાં રહ્યાં.
ને આપ તો સીધાં શ્વાસ માંગી બેઠાં છો!,
કે આપનાં મોંઘા દામ પર હસતાં રહ્યાં.
‘સાહેબ’ કાયમ મસ્તીમાં જીવ્યાં એટલે,
આ મોજીલા મન બેફામ પર હસતાં રહ્યાં.
કાનજી ગઢવી ‘સાહેબ’