આડી ને અવળી હોય છે હસ્તરેખાઓ,
કદી ક્યાં સવળી હોય છે હસ્તરેખાઓ.
પિંડ સાથે એ તો રચી હોય વિધાતાએ,
કયાં સરખી મળી હોય છે હસ્તરેખાઓ.
છઠ્ઠીના દિવસે જ લખાય છે કિસ્મત,
પીડામાંયે ઢળી હોય છે હસ્તરેખાઓ.
જે થવાનું હોય જીવનમાં તે થાય છે,
ભાગ્ય સાથે ભળી હોય છે હસ્તરેખાઓ.
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થશે,
કોઈએ ક્યાં કળી હોય છે હસ્તરેખાઓ.
~દિનેશ નાયક “અક્ષર”