એ મને યાદ આવે બહું રાતમાં,
હાથ એનો રહ્યો ના હવે હાથમાં,
એ હતા ફક્ત મારા ને મારા છતાં,
એ પરાયા થૈ ગયા કોઈની વાતમાં,
દૂર થઈને હવે જીવવું દુષ્કર ઘણું,
હું હવે જીવું છું એમની યાદમાં,
શબ્દ એ કાનમાં કેમ અથડાય છે?
એ મને સાંભરે રોજ સંવાદમાં,
એકલું જીવવું કેમ જીવતરને હવે?
આપજો સાથ કૈ આજ વરસાદમાં,
સ્પર્શ હું ના ભૂલું એ હવે હું કદી,
એમણે પણ ભરી’તી મને બાથમાં,
ખુશ્બુ તારી હજીયે ભુલ્યો ક્યાં જરા?
છે ઘણી મ્હેક તારી હજી શ્વાસમાં,
હિંમતસિંહ ઝાલા