હાલ બેન તને વ્હાલ કરી હીંચકે હીંચકાવું,
મારી સાથે તને લઈ જઈ હીંચકે હીંચકાવું.
તારા હીંચકા ને સ્નેહરૂપી ફૂલોથી સજાવી દઉં,
મારી સાથે તને લઈ જઈ હીંચકે હીંચકાવું.
તારા ચહેરા પર ખુશી જોઈ હું ખુશ થઈ જાઉં,
મારી સાથે તને લઈ જઈ હીંચકે હીંચકાવું.
વ્હાલી બેન તને કદી દુઃખ ન પહોંચવા દઉં,
મારી સાથે તને લઈ જઈ હીંચકે હીંચકાવું.
પ્રેમભર્યા હૃદયથી મારી સંગ ફરવા લઈ જાઉં,
મારી સાથે તને લઈ જઈ હીંચકે હીંચકાવું.
જિંદગીના પળોમાં તારો સહારો બની જાઉં,
મારી સાથે તને લઈ જઈ હીંચકે હીંચકાવું.
અજય ગૌસ્વામી “કવિરાજ”