હું વખણાયો છું સારા દુશ્મનોથી,
ફકત મૂર્ઝાયો છું આ દોસ્તોથી.
પરિચિત કેમ મારાથી નથી સૌ,
રહું છું તો નગરમાં મુદ્દતોથી.
મુકદ્દર મારૂં એક “થાણે”લખ્યું’તું,
જરા..મિત્રોની થોડી સોબતોથી.
નવી પેઢી જતાં આગળ , ડરે છે,
રમત રમતા એ મોટા સજ્જનોથી.
પ્રયોગો સત્યના ગાંધીએ કર્યી,
કૂદીને થાક્તા એ વાનરોથી.
બચી જાશે ડઝન ગ્રંથોનું વાંચન
અગર સાંભળશો ગઝલો શાયરોથી.
સિદ્દીકભરૂચી