હોઠ તારા નશીલી પ્યાલી છે,
જેણે દિલની તલબ વધારી છે..
મહેલ સપનાંનો આંખમાં છલકે!
નેણ જાણે ઊંચી અટારી છે!
ચોતરફ ખુશ્બુ કેવી ફેલાઈ!
દેહ તારો ફૂલોની ક્યારી છે..
ચાંદ શરમાઈને છુપાઈ ગયો,
તું કદાચ એ ડગરથી ચાલી છે..
થાય કે હું સતત પીધાં જ કરું,
તારી પ્રત્યેક અદા શરાબી છે..
‘પિંક સીટી’ પણ જ્યાં પડે ઝાંખું,
ગાલ એવા સરસ ગુલાબી છે..
કાયા કમનીય કેટલી છે, કહું?
એની સામે બધું ખયાલી છે..
કેમ દિલથી ‘ધીરજ’ ઘવાય નહીં!?
તેં નજરથી કટાર મારી છે..
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા