લાગણી ની એટલી તો, અસર હોવી જોઈએ
હોય એ સંબંધ જે પણ, કદર હોવી જોઈએ
હાલ પૂછે ! એ ય પણ મારા, જે સૌથી ખાસ છે
એમને.. હાલત અમારી, ખબર હોવી જોઈએ
એક ઓળખ એ ય પણ છે, એ ખરા સંબંધ ની
એક બીજા ની સદંતર ફિકર હોવી જોઈએ
કૈંક પ્રયાસો પછી પણ, જો સફળતા ના મળે
તો નક્કી એ પ્રયત્નો માં કસર હોવી જોઈએ
એકલી હો જો વસંત જ, તો કશીય મજા નથી
કૈંક અંશે જિંદગી પાનખર હોવી જોઈએ
~ આર બી રાઠોડ