હોવું જોઇએ.
ભેટવા તૈયાર હોવું જોઈએ,
દર્દને ઉપચાર હોવું જોઈએ.
કોઈ પથ્થર મોમ ત્યારે થઈ શકે,
ઈશ્કથી બીમાર હોવું જોઇએ.
એ તરફ મહેમાન આવે છે હવે,
ચાય ને અખબાર હોવું જોઇએ.
શકનો છે,વિશ્વાસનો કબજો નથી,
તે ઘરોને દ્વાર હોવું જોઇએ.
દમ હશે તો સો વરસ લગ જીવશે,
શાયરીમાં સાર હોવું જોઈએ.
સિદ્દીકભરૂચી