હોશ ખોવાનું મને ના પાલવે,
રોજ રોવાનું મને ના પાલવે,
તું હકીકત મારી થઇ જાને હવે,
સ્વપ્ન જોવાનું મને ના પાલવે,
હું સમર્પિત જિંદગીભર છું તને,
કોઈનું હોવાનું મને ના પાલવે,
છે પ્રણયનો આ નશો કેવો મને,
પીણું ગોવાનું મને ના પાલવે,
ચોખ્ખું દામનને સદા રાખ્યું અમે,
દાગ ધોવાનું મને ના પાલવે,
હિંમતસિંહ ઝાલા