વરસ નવલું તું વધાવા આવજે,
ધૂપ ચંદન ફૂલ માળા લાવજે;
કંકુ ચોખા છાંટજે ને નેણથી,
પ્રેમ મીઠો તું સદા વરસાવજે;
ના કદી પણ સંકટો આવી શકે,
પ્રાર્થના એવી જ તું ગવડાવજે;
સોબતો બૂરી થયેલી જે હતી,
હે પ્રભૂ તું મૂળમાંથી કાપજે;
જે કરી ભૂલો ગયેલા વરસમાં,
તે બધી પણ તું હવે અટકાવજે;
દેશ દુનિયા ને બધા લોકો તણું,
કાયમી કલ્યાણ બસ તું સાધજે;
~ અનંત પટેલ