અસ્તિત્વ નો અહેસાસ તો ત્યારે થયો
જયારે કોઈએ મારા અસ્તિત્વ ને ગણકાર્યું નહિ,
અસહ્ય બની ગઈ એ વેદના
જયારે કોઈએ મારા પ્રેમ અને આત્મા ને દરકાર્યુ નહિ,
આશાઓ મારી જ વધારે હતી કદાચ,
નહીંતર તો સમર્પણ મારુ ક્યારેય પણ ઓછું ન હતું,
સંબંધોનું મહત્વ સમજીને મેં માફી પણ માંગી લીધી,
પણ પછાત હતા એટલા લોકોના હૈયા કે,
વાંક વગર મારુ નમવાનું પણ એમને આવકાર્યું નહિ.
– દિશા શાહ