જે હતું ઉન્નત શિખર ઘરનું,
આજ થઈ ગ્યું છે ઊંબર ઘરનું.
ઓગળી સંબંધની ભીંતો સૌ,
દ્વાર ઉભું મુંગૂ મંતર ઘરનું.
આંસુ થૈને આંખથી સરકે,
સ્વપ્ન જોયું જે મે સુંદર ઘરનું.
હાડ સુધી ઉતરી ગયું સૌના,
મૌન જેવું આજ ખંજર ઘરનું.
જોઈ’તી રડતી સૂરત મા ની,
મે હ્રદય ખોલીને બંજર ઘરનું..
શૈલેષ પંડ્યા નિશેષ