ફરી ,એના શબ્દો પલટવાર કરશે
ફરી ,એના શબ્દો પલટવાર કરશે
ગઝલ છે ,ફરીથી એ શૃંગાર કરશે
ત્યાં ઝાંઝર હશે તો તો ઝણકાર કરશે
વધારામાં તમને તલબગાર કરશે
સતત દોટ દેવાનો વ્યવહાર કરશે
આ સંજોગ તમને ય તોખાર કરશે
ડૂબાડી જ દેશે સ્વરુપોના દરિયે
પછી પ્રેમની એજ પતવાર કરશે
હું અંતિમ છું ને છું આરંભ એનો
એ મારામાં રહીને ય વિસ્તાર કરશે
ભરત ભટ્ટ