ઈશ્ક કરનારાને શરણાઈ મળી.
હું ગઝલ છું અમને તનહાઈ મળી.
ભૂખ વેઠીને અમે તો મત દિધા,
ને પછી બદલામાં મહેગાઈ મળી.
આંખને શોભાવે છે જ્યાં અશ્રુઓ,
ત્યાં નજર નાખી તો ગેહરાઈ મળી.
કાલ શું સુંદર કર્યા’તા ભાષણો
જાગ્યા તો આજ સચ્ચાઈ મળી.
છાંયડો આપીને હું ખુરશી થયો.
ને પછી સંસદમાં રૂસવાઈ મળી.
સિદ્દીકભરૂચી