યાદ આવું રોજ ચાહત એવી બતાવતો રહીશ
હું તને એ રીતથી સપનામા જગાડતો રહીશ
ચેન પડશે ના તને..ના આરામ પણ મળે કદીએ
રાતને દિવસો જ ભૂલાવી ને સતાવતો રહીશ
ચાહતો’તો એ જ રીતે ચાહીશ આપને સદાયે
કોઇની બૂરી નજરથી જોજે બચાવતો રહીશ
ના રહેવા દંઉ ઉદાસીને સાથમા..ગઝલ લખીને
આ કલાથી આ જીવન તું જોજે હસાવતો રહીશ
માનવીમાં અંશ ઇશ્વરનો હોય તો નમી જવાનું!!
ને સદા તારી છબીને હું સર જુકાવતો રહીશ
રોજના અભિશાપમાંથી બ્હારે ન નીકળી શક્યો હું
સાંજ તારી ચાહતોથી..જોજે સજાવતો રહીશ
ચાંદ-સૂરજ ને સિતારાની રોશની નથી..છતાયે
આ બધાથી પર..ગઝલમા રોશન કરાવતો રહીશ
આપના કાજે લ ખ્યું છે..લખતો રહીશ હું સદાયે
આ ગઝલને આપના નામે હું લખાવતો રહીશ
નરેશ કે.ડૉડીયા