જા પ્રથમ તું સમીપ ને પારખ,
તું જ તારા ખમીરને પારખ.
તું જ તારા ખમીરને પારખ.
એજ પીડા, ઇલાજ પણ એ છે,
એજ તારા શરીરને પારખ.
ભીખ માંગે સમીપ ઈશ્વરની,
એ તવંગર ગરીબને પારખ.
પાંદડું એક ખસેડવાની દેર,
તું પ્રથમ તો નસીબને પારખ.
ધન વગર મોજમાં મળે કાયમ,
કોઈ એવા અમીરને પારખ.
એજ અંદર,બહાર પણ એ છે,
એજ તારા ઝમીરને પારખ.
તું જ આસન લગાવ ભીતરનું,
તું જ તારા કબીરને પારખ.
– અશોક વાવડીયા