પરિચયને , છે દરવાજે, હવે ત્યાંથી હટાવી લે.
નવા લોકો નીકળ્યા છે જુદા લાભો ઉઠાવી લે.
ઝૂકી પાંપણમાં એક સૂરજ કશું કહેવા જે ઇચ્છે છે,
મને સમજાય કઇ મતલબ જરા પડદો હટાવી લે.
હ્રદયની આંખમાં હરદમ પ્રણય મોજાઓ ઉછળે છે,
શુચિસ્મિતા, મહોબ્બતના નગરમાં ઘર વસાવી લે.
દિવસ ઊગે, સજે મેળા, અગર ઉપવાસ તૂટે તો,
અરે ઓ અપ્સરા, જે છે પ્રતિબંધો ઉઠાવી લે.
પ્રણયના આભમાં ચર્ચા હતી કે ચાંદ દેખાયો,
ખુશીની ખુશ્બુઓ છલકાવીને તુ ઈદ મનાવી લે.
નજર જ્યાં જ્યાં પડે પીળા વનો, વગડાં , જનો લાગે,
હ્રદયની આંખ પર જો વ્હેમના ચશ્માં ચડાવી લે.
નવી પેઢી નવા ખેતરથી ઊગીને અસર લેશે,
અગર ” સિદ્દીક ” મિડિયામાં રહી રસ્તા બનાવી લે.
~ સિદ્દીકભરૂચી,