પાંપણો ઢાળી દે,તું પડદા ન કર
ચાહવાનાં ઉત્તરે, અથવા ન કર
ચુપકીદી પણ છુપો પગરવ કરે,
સ્પંદનોને ક્હે, “હવે પડઘા ન કર”
વાદ લઇ વાદળનાં આગાહી કરે,
લાગણીનાં દેશમાં, ધ્રાસ્કા ન કર
કર ન શંકા,શક્યતા ફ્ળવા વિષે,
પાનખરની તું હવે પરવા ન કર,
પીઠ પર ભારણ પ્રતિક્ષાનું વધ્યું,
ઢાળ પર તું મીણનાં રસ્તા ન કર
` પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’