પ્રણય પણ અંતમાં હારી જશે તે યાદ રાખું છું
પ્રણયની સૌ કહાની થી હું ખુદને બાદ રાખું છું.
ક્ષિતિજ પાસે હંમેશા શી ખબર જાતો નથી કો’દી
પરે પહોંચી જવાથી હું હવે મરજાદ રાખું છું.
સવાલો સૌ કરે છે કે પ્રણયથી કેમ ભાગો છો?
જણાવી માત્ર ખુદને મુખથી મુંગો નાદ રાખું છું.
પ્રભુ પાસે જઈશ ત્યારે કશું કહેવું નથી મારે
પુરાણો-વેદ-ચિંતનથી ભર્યો હું સાદ રાખું છું.
-અન્ત:સ્થ: (દર્શન દવે)