તારા ગયાની બાદ મારું ધ્યાન ક્યાં?
ઊભો હવે ક્યાં છું એનું ભાન ક્યાં?
નિષ્પ્રાણ છું ને લાશ સમ દેખાઉં છું,
ખોળિયું ઊભું છે હવે જાન ક્યાં?
ખામોશ સઘળા શબ્દ છે જોને હવે,
હું શું કહું પીડા તને એ બ્યાન ક્યાં?
ખૂણે પડી એમજ કટાઈ છે લાગણી
તલવાર બુઠ્ઠી છુ ને મારું મ્યાન ક્યાં?
જાહોજલાલી તો હતી તારા થકી,
તારા વિના ઘરની કશીએ શાન ક્યાં?
હિંમતસિંહ ઝાલા