બળી જશે લાકડા ઠરી જશે રાખ.
તારી ખુમારી તારી પાસે રાખ.
જીવી લે જિંદગી મોજ મસ્તીની
તારી અકડ તારી પાસે રાખ.
રોપી દે પ્રેમ નું તરુ
હેતનું ખાતર એમાં નાખ.
ઉગશે ફળ મધ ભરેલું
વિશ્વાસના હોઠે એને ચાખ .
પૈસો કઈ બધું જ નથી
માનવતાની બનાવ શાખ .
દરિયો બનશે કદી તોફાની
ધીરજની નાવ તું હાંક .
ખુલી આંખે તું દુનિયા જુવે
ક્યારેક ભીતરે તું ઝાંખ .
હારની શરણે ના થા
આપી છે તને હોંસલાની પાંખ .
શ્વાસ આપ્યા પણ જીવે નહિ
એમાં ઈશ્વર નો શું વાંક. ! !