રૂબરૂ મળશો તો અવસર થઇ જશે,
માંદા દ્રશ્યો ખૂબ સુંદર થઇ જશે.
કેદ કર દુરબીનમાં મેદાનને,
કાલ અહિયાં ખૂબ ચણતર થઈ જશે.
ન્યાય , સત્ય , લાજ ખોવાઈ જશે,
જૂઠ,અશ્લીલતા જ ભણતર થઇ થશે.
મીઠું બોલીને ન આકર્ષો તમે,
દાકતર કહે સૌને સુગર થઇ જશે.
આવશે માંણસગીરી સૌ પ્હાંણમાં,
ને ઘણા ઈન્સાન પથ્થર થઇ જશે.
સિદ્દીકભરૂચી