….તો કહેશો જરા..?
બદલાયેલ બદલાયેલ કેમ છે વાતાવરણ કહેશો જરા..
“વિજ” વર્ષો બાદ આવ્યા ક્યાથી સ્મરણ કહેશો જરા..
શું એ દર્દ,આંસુ ને રુદન માં હજુ ઉણપ રહિ ગઇ હતી ?
રુજાએલ જખ્મો ફરી ખોતરવાનું શું છે કારણ કહેશો જરા..
સ્વજનોનાં સાથ તરછોડી, સમાજ માટે સમજ છોડી..
રચ્યુ છે તમે ભલા કેવું આ, સમિકરણ કહેશો જરા..
મિત્રતાનું ઉપવન જ્યાં બે-ચાર ફુલોય હતા કૈ યાદ છે..
શિદને મ્રુગજળ પામવા પહોચી ગયા રણ કહેશો જરા..
માત્ર ખુલાસાઓ ને દિલાસાઓ,કે સંજોગોનાં બહાનાઓ
સિવાય જો કહેવાનું બાકિ હોય કઇપણ..તો કહેશો જરા..?