વાત એવી તું તો છાની મોકલે
શબ્દના એ બાણ ભારી મોકલે
તું ગઝલમાં જે લખે ગમતું નથી
કેમ કે તું વાત મારી મોકલે
ડાયરીના ફૂલ ખર્યા છે ભલે
મસ્ત તું સુંગઁધ ન્યારી મોકલે.
હાલ તારા જાણી નહિ લે એટલે
જાતને કેવી મઠારી મોકલે..
વાત તારી તે સમયની બઁધ છે.
પીઠ પાછળ તું કટારી મોકલે..
રૂપાલી ચોકસી “યશવી”