ભીડને જોવા અલગથી મારી મેં બારી કરી
જાતને મળવા પછી તો કેવી દરબારી કરી
જીંદગીનો મોહ એવો થઈ ગયો છે શું કહું..!
શ્વાસ સાથે તો ગજબની મેં પછી યારી કરી.
સાત જન્મો સુધી તું ભૂલે નહીં ને એટલે
મેં ગઝલના શેરમાં તો બંદગી તારી કરી
લૂંટમારી તો કરી છે એવી ખુદની પૂછ નહિ
કે તને સઘળું ધરીને પણ મેં ખુમારી કરી.
આવ ફુરસદ હોય તો તું બેસ મારી બાજુમાં
બસ તે દુનિયાંની હવે પંચાંત પણ સારી કરી
ફૂલને પણ ક્યાં ગમે કાંટા વગર જોઈ લે તું
એટલે દુશમનની વચ્ચે મેં વફાદારી કરી
રૂપાલી ચોકસી “યશવી”