આવ્યો આવ્યો આવ્યો રે
જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ ઓ..
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ ઓ..
જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ ઓ..
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ ઓ..
એવો આવ્યો રે આવ્યો અસવાર રે,
એવો આવ્યો રે આવ્યો અસવાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં.
તના તના પલક વઠી સારીયા હે
તના તના પલક વઠી સારીયા હે
મુજા પખી
છલડે આઈ રૂલાઈ મૂકે યાદ સજણ જી આયી
છલડે આઈ રૂલાઈ મૂકે યાદ સજણ જી આયી
જીંજલ જીંજલ જીંજલ જીંજલ
જીંજલ જીંજલ જીંજલ જીંજલ જીંજલ
જીન્જલડિ મુજી મા મૂકે છલડે આઈ રૂલાઈ
આયલડી મુજી મા મૂકે છલડે આઈ રૂલાઈ
હો ઓ એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એવો આવ્યો રે આવ્યો અસવાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં.
ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં.
આવ્યો આવ્યો આવ્યો રે
આવ્યો આવ્યો આવ્યો રે
આવ્યો આવ્યો આવ્યો રે અસવાર
એણે ચાલતી ન’તી હું તોય આંતરી
મારે છેતરાવું’તું એવી છેતરી
ચાલતી ન’તી હું તોય આંતરી
મારે છેતરાવું’તું એવી છેતરી
હો ઓ એણે ચાલતી ન’તી હું તોય આંતરી
મારે છેતરાવું’તું એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં. કેડી થઉં.
એણે પગલી પાડી હું કેડી થઉં
એવો આવ્યો રે આવ્યો અસવાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં.
તાલ દે અને હું તાલી દઉં.
તાલ દે અને હું તાલી દઉં.
~ સૌમ્ય જોશી