તારો વરસાદ થોડો મારામાં વાવીને
વરસું વરસાદ હારોહાર…
કહે કોનું ચોમાસું ધોધમાર…
તારો વરસાદ થોડો મારામાં રોપીને
કૂંપળનો ઉજવું તહેવાર….
કહે કોનું ચોમાસું ધોધમાર….
મારો વરસાદ તને ભેટમાં આપું
ને પછી એમનેમ હું ય મુશળધાર…
કહો કોનું ચોમાસું ધોધમાર…
– અંકિત ત્રિવેદી