ઘેલી થઈ પ્રેમમાં રાધા ઓ શ્યામ
દોડે એ મળવાને તને હો શ્યામ..
સુધબુધ ભૂલીને સુણે છે કાન
તારી વેણુના મીઠેરા ગાન…
ખળખળ વહેતાં જમુનાનાં તટ પર
ચોમેર શોધતી તને હો શ્યામ…
તું તો નટખટ અલ્યા તોફાની કાનુડા
ફરતો ફરે છે ગોકુળ ધામ…
ગાયો ચરાવતો ને મટકીઓ ફોડતો
તું તો તારી મસ્તીમાં મસ્તાન
એકવાર રાધાની આંખમાં આંખ રાખી
તું ને તું પામીશ ઘનશ્યામ…
પ્રેમને વિરહની નદીઓનું મિલન છે
રાધાના ગોરા ગાલે ઓ શ્યામ..
તને મળવાને દોડે છે ગલીએ ગલીમાં
શોધે છે વિરહી રાધા તને શ્યામ..
દિનેશ નાયક “અક્ષર”