પહેલાં વરસાદની ધોધમાર હેલી રે હેલી,
ગજબની ખુશબૂ હવામાં રેલી રે રેલી.
જાણે નીચોવાઈ ગયું આભ આખું,
કુદરત પણ નોખો ખેલ ખેલી રે ખેલી.
છેડાયો રેલાયો ચારેકોર રાગ મલ્હાર,
મર્યાદા ધરતીના ધણીએ ઠેલી રે ઠેલી.
વાદળ પાછળ સંતાયો કેવો સૂરજ,
રૂઠી જઈ ધરતી થઈ ઘેલી રે ઘેલી.
ખુલ્લા ગગન નીચે હું તો ભીંજાતો રહ્યો,
કોઇએ ના ઉકેલી અટપટી પહેલી રે પહેલી.
-દિનેશ નાયક “અક્ષર”