મારી લાડકી
ઓ રે ઓ પારેવડા
તૂં કાલે ઊડી જા જે રે
ઓ રે ઓ રે પારેવડા
તૂં કાલે ઊડી જા જે રે….
મારી હાટુ રઈ જા ને
આજ ની રાત
મારી હાટુ રઈ જા ને
આજ ની રાત.
હે આંબલી ને પીપળી રે
હે હે આંબલી ને પીપળી રે
જો શે તારી વાટ રે..
ભેળા મળી કરીશું અમે ફરીયાદ
મારી લાડકી ને ખમ્મા ઘણી,
મારી દિકરી ને ખમ્મા ઘણી
મારી લાડકી રે નાનકડી
ફરી ઝાલી લે મારો હાથ
મારી લાડકી રે મીઠુડી
અમે જોશુ તારી વાટ
ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી
મારી લાડકડી ને ખમ્મા ઘણી
ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી
મારી લાડકડી ને ઘણી ખમ્મા
લાડકડી ને ઘણી ખમ્મા.
~ કિર્તીદાન ગઢવી